ભારત વિકાસ પરિષદ, ગુજરાત દ્વારા સ્વ. મેજર ડો. પુંડરિકભાઈ રાવલ સ્મૃતિ વ્યાખ્યાનમાળા
ભારત વિકાસ પરિષદ, ગુજરાતના સ્થાપક ટ્રસ્ટીશ્રી સ્વ. મેજર ડો. પુંડરિકભાઈ રાવલ સ્મૃતિ વ્યાખ્યાન કાર્યક્રમ ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા તા. ૯/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે વિષય “સુખનું સરનામું” થી કરવામાં આવ્યો. વ્યાખ્યાનમાળાના વક્તા શ્રી સુરેશભાઈ પટેલે કાર્યક્રમમાં હાજર રહેલ ૩૫૦થી વધુ શ્રોતાઓને સ્વ. મેજર ડો. પુંડરિકભાઈ રાવલ આ વિષય અંતર્ગત આપણી સાથે જ છે તેવી અનુભૂતિ કરાવેલ.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીઓ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ડો. દિનેશભાઈ અમીન, શ્રી ચૈતન્યભાઈ ત્રિવેદી, પ્રાંત પ્રમુખશ્રી ફાલ્ગુનભાઈ વોરા, મહામંત્રીશ્રી સુરેશભાઈ પટેલ, તેમજ પ્રાંત ખજાનચીશ્રી મનસુખભાઈ કાછડીયા મંચ ઉપર બિરાજમાન હતા.
આ ઉપરાંત અન્ય ટ્રસ્ટીશ્રીઓ શ્રી વલ્લભભાઈ રામાણી, શ્રી રાજકુમાર ભગત, ગુજરાત કોર કમિટિના સભ્યશ્રીઓ, પ્રાંત કારોબારીશ્રીઓ, જુદીજુદી શાખાઓના સભ્યશ્રીઓ અને બીજી અનેક સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. અંતમાં સૌ કોઈ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડેલ.









